Live
ePaper
Search
Home > State > Gujarat > પોસ્ટલ વિભાગે રજૂ કર્યું Postal App. – IT v2.0

પોસ્ટલ વિભાગે રજૂ કર્યું Postal App. – IT v2.0

વધુ ઝડપી ટ્રેકિંગ અને પાર્સલ પિકઅપ જેવી નવી સુવિધાઓથી સજ્જ વલસાડ, પોસ્ટલ વિભાગ

Written By: Rushikesh Varma
Last Updated: 2025-07-22 15:56:14

પોસ્ટલ વિભાગે રજૂ કર્યું પોસ્ટલ એપ. – IT v2.0

વધુ ઝડપી ટ્રેકિંગ અને પાર્સલ પિકઅપ જેવી નવી સુવિધાઓથી સજ્જ

વલસાડ તા. 22/07/25 : ભારતના પોસ્ટલ વિભાગે પોતાની લોકપ્રિય એપ્લિકેશન PostalApp નું નવીનતમ સંસ્કરણ IT V2.0 આજે સત્તાવાર રીતે રજૂ કર્યું છે. વલસાડ ખાતે મુખ્ય પોસ્ટઑફિસેમા વિધિસર ઉદ્ઘાટન થયું. નવી આવૃત્તિમાં યૂઝર્સ માટે ટેક્નોલોજીગતિશીલ સુધારાઓ સાથે વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને અનુકૂળ સેવાઓ ઉમેરવામાં આવી છે. તેમાં ખાસ ઉલ્લેખનીય છે – વધુ ઝડપી પાર્સલ ટ્રેકિંગ અને પિકઅપ સુવિધા.

સિનિયર સુપ્રિટેન્ડન્ટ શ્રી J R Vashi અને સિનિયર પોસ્ટ માસ્ટર શ્રી K P Parghiના જણાવ્યા અનુસાર, હવે વપરાશકર્તાઓ તેમના પાર્સલનું સ્થાન અને સ્થિતિ રિયલ ટાઈમમાં વધુ ઝડપી અને ચોકસાઈપૂર્વક જાણી શકશે. એ ઉપરાંત એપ્લિકેશનમાં નવીન અને સરળ વપરાશયોગ્ય ડિઝાઇન, ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં આધાર, તેમજ તત્કાળ નોટિફિકેશન જેવી સગવડો સામેલ કરવામાં આવી છે.

WhatsApp Image 20250722 at 14533 PM

PostalApp IT V2.0 સંપૂર્ણપણે પોસ્ટલ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલું, સ્વદેશી સોફ્ટવેર આધારિત પ્લેટફોર્મ છે. અગાઉના સંસ્કરણોમાં બેંકિંગથી સંબંધિત અન્ય સોફ્ટવેર આધારિત પદ્ધતિઓ પર નિર્ભરતા હતી, જ્યારે હવે નવી આવૃત્તિ પોસ્ટલ વિભાગની જરૂરીયાતોને અનૂરૂપ અને વિશિષ્ટ ડિઝાઇન સાથે લાવવામાં આવી છે.

આ એપ્લિકેશનનું એક વિશિષ્ટ પાસું એ છે કે તે બેંકિંગ તેમજ નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા તાજેતરના ફેરફારોને પણ યથાર્થ રીતે રજૂ કરે છે. ઉપયોગકર્તા હવે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં એપનો ઉપયોગ કરી શકે છે, જે તેનો વ્યાપ વધુ વિસ્તૃત કરે છે.

સુવિધાની દૃષ્ટિએ એક વિશિષ્ટ ઉમેરા તરીકે, IT V2.0 માં પાર્સલ પિકઅપ સેવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને દરેક વખતેજ પોસ્ટ ઓફિસ જવાની આવશ્યકતા રહેતી નથી. એપ્લિકેશન મારફતે પિકઅપ માટે વિનંતી કરતાની સાથે, પોસ્ટલ કર્મચારી ગ્રાહકના નિવાસસ્થાનેથી સીધું પાર્સલ ઉઠાવી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડશે. આ સેવા ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, મહિલાઓ તથા વ્યસ્ત જીવનશૈલી ધરાવતાં વપરાશકર્તાઓ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.

IT V2.0 ની મુખ્ય વિશેષતાઓ:

  • વધુ ઝડપી અને ચોકસાઈયુક્ત ટ્રેકિંગ સિસ્ટમ
  • આધુનિક અને વપરાશકર્તા મૈત્રી ડિઝાઇન
  • ગુજરાતી, હિન્દી અને અન્ય ભાષાઓમાં સપોર્ટ
  • રીઅલ ટાઈમ નોટિફિકેશન્સ
  • વધારાની સુરક્ષા સુવિધાઓ અને બગ ફિક્સેસ
  • ઘરેથી પાર્સલ પિકઅપની વ્યવસ્થા

WhatsApp Image 20250722 at 14534 PM

PostalApp હાલમાં દેશમાં કરોડો વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને રોજિંદી પોસ્ટલ સેવાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી લાવવા માટે એક સિદ્ધ મંચ બની ચૂક્યું છે. IT V2.0 ના લોન્ચ સાથે, પોસ્ટલ વિભાગે ટેક્નોલોજી અને સેવા બંને ક્ષેત્રે એક મહત્વનો પગથિયો ભરી લીધો છે.નવીનતમ સંસ્કરણ મુજબ પોસ્ટલ ગ્રાહકો સાથે કર્મચારીઓનો પણ સમય બચશે. રોજિંદા કામકાજમા વધુ સક્ષમ અને ત્વરિત કાર્ય સંપન્ન થશે.  પરસની પીક સુવિધાનો નવો આયામ શરુ થશે

આ નવી આવૃત્તિ હવે Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને વપરાશકર્તાઓ તેને પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ અથવા અપડેટ કરી શકે છે.

STORY BY: NIRAJ DESAI

MORE NEWS

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?