Live
ePaper
Search
Home > State > Gujarat > પર્યુષણ – આત્માનું અમૃત પ્રભાત.

પર્યુષણ – આત્માનું અમૃત પ્રભાત.

Written By: Rushikesh Varma
Last Updated: 2025-08-26 19:33:00

સંદર્ભ : આચાર્ય ડો. પ્રકાશ મુનિ મહારાજ

જૈન દર્શન ની દ્રષ્ટિએ પર્યુષણનું એક વિશેષ મહત્વ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંને પ્રકારે પરયુષણના આઠ દિવસનું વિશેષ મહત્વ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શ્રાવણ વદ તેરસ થી પર્યુષણ ચાલુ થાય ખાસ કરીને શ્રાવણ મહિનામાં વરસાદ સૌથી વધારે વરસતો હોય છે અને વરસાદની મોસમમાં મનુષ્યની પાચનશક્તિ ખૂબ જ મંદ હોય આ દ્રષ્ટિએ પર્યુષણમાં તપસ્યા ઉપવાસ એકાસણા આદિ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.

WhatsApp Image 20250826 at 64652 PM

પર્યુષણને જૈનદર્શનમાં એક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિષય કશાયોના કનુષિત કાદવને ઉલેચી જીવનના ક્ષેત્રમાં તપ ત્યાગ અને સંયમના બીજનું વાવેતર કરવાની ઉત્તમ ઋતુ માંનવામાં આવે છે. જીવનને મંગલમય અને ઉન્નત બનાવવા માટે પર્યુષણ આપણને નવચેતનાના નુતન માર્ગે નવજાગૃતિ સમર્પે છે, જ્યારે મેઘરાજા આ ધરતી પર મહેર કરીને પૃથ્વીને હરિયાળી બનાવી દે છે ત્યારે ચાતકો જેમ આનંદના રણકારોથી મસ્ત બની જાય છે મયુર જેમ મેઘ ગર્જના સાંભળતા થનગની ઊઠે છે તેમજ પર્યુષણ મહાપર્વ આવતા ભવ્ય જીવો હળુકર્મી જીવો ના હૈયા આનંદના હિલોળે ચડે છે

 WhatsApp Image 20250826 at 64651 PM

પશ‍ચાતાપ અને મિચ્છામી દુક્કડમના નિર્મળ જળ વડે સ્વ આત્માને ઉજ્જવળ બનાવવા અનેક અનેક ભવ્ય આત્માઓ આ પર્વ આરાધનામાં જોડાય છે કષાયોની કલુષિતતાથી કર્મની કઠિનાઈઓથી અને વિષય વાસનાઓથી સતત પીડાતો આત્મા આ દિવસોમાં કંઈક અંશે શાંતિનો એક શ્વાસ લે છે.

 પ્રતિપલ ક્રોધ કસાય રાગ દ્વેષ વિગેરે શત્રુઓ આત્માનું દમન કરી પોતાનું સામ્રાજ્ય જમાવતા હોય છે તેમને પરાજય આપીને લૂંટાઈ ગયેલા આત્મિક ધનને પાછું મેળવવા માટેનું આ મહાન ઔષધ છે  – આ પર્વ જીવનમાં ઊંડા ઊતરી ગયેલા વેરના મૂળિયાઓને બાળીને મૈત્રી ના બીજ નું વાવેતર કરીને જીવનરૂપી ઉદ્યાનને સૌરભથી મહેતાવી દે છે, અને આ માનવ જીવનની ધરતીને દયા દાન મૈત્રી અને કરુણાના કોમળ છોડવાઓથી લીલી છમ બનાવી દે છે.

WhatsApp Image 20250826 at 64655 PM

 આ પવિત્ર દિવસોમાં રોજ આરાધના નહીં કરનારા આત્માઓ ધંધા રોજગાર વિગેરેને ગૌણ બનાવીને આરાધના ના માર્ગમાં સક્રિય ભાગ લે છે શ્રેષ્ઠ આચારો તથા વિચારો માટેનું સંગમ સ્થાન માનવ દેહ છે. એટલા માટે માનવદેહ પામીને માનવીએ ધર્મની આરાધના કરવા માટે ઉજમાળ બનવું જોઈએ ધર્મનો સંબંધ અખંડ આનંદમય ચૈતન્ય સ્વરૂપ આત્માની સાથે છે – બાર મહિનામાં જે કોઈની સાથે મમતા સ્વાર્થ રાગ દ્વેષ મોહ આદિના કારણે બોલવા ચાલવામાં સંસાર વ્યવહારમાં કોઈની સાથે અપ્રિતી દ્વેષ વેર આદિ થયા હોય તે બધાને સચ્ચાઈ તથા શુદ્ધિપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવો બનાવવો જોઈએ અંતરમાંથી રાગ દ્વેષના કાંટા કાઢીને શુદ્ધ દિલથી ક્ષમા માંગનાર જેમ મહાન છે તેમ અંતઃકરણપૂર્વક ક્ષમા આપનાર પણ મહાન છે આ રીતે પરસ્પર ક્ષમા કરવાથી ક્ષમાશીલ આત્મા સંસાર સાગરને તરવા માટે સમર્થ બને છે.

WhatsApp Image 20250826 at 64653 PM

આપણો આત્મા અનંતકાળથી સફર કરતો આવ્યો છે પરંતુ હજી સુધી તેની સફર સફળ થઈ નથી 84 લાખ જીવાયોની માં ભટકતો જીવ મહાન પુણ્યના ઉદય થી માનવ જીવન પામ્યો છે માનવ જીવનને યોગ્ય પુણ્ય ઉપાર્જન કરવા માટે જીવને સતત યાતનાઓ માંથી પસાર થવું પડે છે અને માનવ ભવ મેળવ્યા પછી આત્માને તેની દુર્લભતા નું ભાન થાય છે.

WhatsApp Image 20250826 at 64654 PM

મહાન પુરુષોએ પણ પુરુષાર્થ કર્યો તો પોતાના જીવનની સફરને સફળ બનાવી શક્યા પુરુષાર્થ વિનાનું જીવન જીવન નથી પણ પુરુષાર્થ સહિત જાગૃતિમય જીવન તેજ સાચું જીવન છે ટૂંકમાં કહીએ તો પર્યુષણ પર્વની આરાધના આપણા જીવનની સફરને સફળ બનાવવા માટેની આરાધના છે માટે જૈન દર્શનમાં પર્યુષણ પર્વ નું ખૂબ જ મહત્વ છે.

સંદર્ભ : આચાર્ય ડો. પ્રકાશ મુનિ મહારાજ

WhatsApp Image 20250826 at 65904 PM

STORY BY: Niraj Desai

MORE NEWS

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?