કબૂતરોને દાણા નાખનાર સામે હવે FIR – જાહેર આરોગ્ય માટે જોખમ ઉપર બોમ્બે હાઇકોર્ટનો ગંભીર સંદેશ
કબૂતરોને દાણા કે ચણા નાખવાની પાકી પરંપરા અનેક શહેરોમાં વર્ષોથી જોવા મળે છે. લોકો આ અંગે પ્રાણીપ્રેમ, ધર્મ અને કરુણાભાવના આધારે આચરણ કરે છે. પરંતુ હવે બોમ્બે હાઇકોર્ટે સ્પષ્ટ વધુ કડક દિશા-નિર્દેશો આપતા જણાવ્યું છે કે કબૂતરોને જાહેર જગ્યાએ દાણા નાખવાની પ્રવૃત્તિ માત્ર એક નિર્દોષ લાગતી ક્રિયા નથી – પરંતુ જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ, ચેપ ફેલાવાનો ભય અને જાહેર ઉપદ્રવ બની શકે છે, તેથી આવા પ્રવૃત્તિઓ કલમ 268, 269 વગેરે હેઠળ ગુનાહિત વિશ્લેષણ પામી શકે છે અને આવું કરનાર સામે FIR નોંધવાની મંજૂરી આપવામાં આવે છે.
હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (BMC)ના કર્મચારીઓની કામગીરીમાં અડચણ ઉભી કરનારા તથા અગાઉના કોર્ટેના આદેશનું ઉલ્લંઘન કરીને કબૂતરોને દાણા નાખતાં લોકો અંગે કડક ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણી અને ન્યાયમૂર્તિ આરિફ ડોક્ટરની બેંચે જણાવ્યું કે – “જાહેર ઉપદ્રવરૂપે કબૂતરોને ટોળામાં ભેગા કરવાની અને દાણા નાખવાની પ્રવૃત્તિ આરોગ્ય માટે જોખમી છે. આવું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કે FIR નોંધવામાં BMC ઇચ્છે તો આગળ વધી શકે છે.”
અદાલતે વધુમાં સ્પષ્ટ કરતા ઉમેર્યું છે કે અગાઉ કબૂતરખાનાઓમાં દાણા નાખવાની દેવાયેલી મનાઈ છતાં, કેટલાક લોકો જાણબૂઝીને આવા કામો ચાલુ રાખી જાહેર હિતને અણગણી કરે છે. આવા કૃત્યો માત્ર Public Nuisance જ નથી, પરંતુ હવા દ્વારા ફેલાતી ઘાતક બીમારીઓ જેમ કે Hypersensitivity Pneumonitis, Cryptococcosis, Aspergillosis વગેરેનેReason બની શકે છે, જે દમ, ફેફસાં, અને શ્વાસની તકલીફો વધારે છે – આ પ્રથાએ નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધીના સ્વાસ્થ્યને જોખમમાં મુક્યા છે.
કોર્ટના આ કડક અભિગમથી સ્પષ્ટ છે કે હવે કબૂતરોને જાહેર જગ્યાએ દાણા નાખવું સીરિયસ કાયદાકીય વિષય બની ગયું છે. BMC સહિત અન્ય મહાનગરપાલિકાઓને પણCourtએ સૂચવ્યું છે કે કબૂતરો ભેગા થવાની જગ્યાઓને નિયંત્રિત કરે, જરૂર પડશે ત્યાં ફેરબદલી, દંડ તથા પોતે પોલીસ ફરિયાદ કરતા પણ નહીં હચકાય.
આદેશના મુખ્ય મુદ્દા સંક્ષેપમાં –
નિર્ભય રહેશે એની જરૂર નથી – પરંતુ જવાબદાર નાગરિક બની પૂછવું પડશે:
શું આપણા કરુણાભાવથી cityમાં બીમારીઓ અને ગંદકી વધે તેમ નહિં? આજના સમયમાં સાર્વજનિક આરોગ્યની જાળવણી એ દરેકનું નૈતિક તેમજ કાયદેસરું કર્તવ્ય છે.
➡️ દાણા ખવડાવનાર લોકોને હવે નગર પાલિકા અને પોલીસ prior notice આપીને અરજી કરાશે અને અમલ નહિ થાય તો સીધી FIR નોંધાશે.
Los Angeles (dpa) - Researchers at the Mayo Clinic in the United States say they…
By Akash Sriram (Reuters) -Uber missed operating profit expectations on Tuesday and issued a downbeat…
By Lawrence White LONDON (Reuters) -Starling Group has signed a 10-year agreement to upgrade core…
(Reuters) -Activist investor Kimmeridge on Tuesday called for an overhaul of leadership and strategy at…
Sydney (dpa) - As women age, brittle bones or osteoporosis can be a worry, as can…
By Marie-Louise Gumuchian LONDON (Reuters) -Westlife celebrate 25 years with a new album and tour…