Live
ePaper
Search
Home > State > Gujarat > રક્ષાબંધન પર એક દિવસ માટે ખુલતું બંશીનારાયણ મંદિર

રક્ષાબંધન પર એક દિવસ માટે ખુલતું બંશીનારાયણ મંદિર

અહીંની પૂજા માનવ અને પરમાત્મા વચ્ચેના અખંડ બંધનનો સંદેશ આપે છે, જે ભક્તહૃદયમાં અવિનાશી શ્રદ્ધાનો દીવો પ્રગટાવે છે.

Written By: Rushikesh Varma
Last Updated: August 9, 2025 10:43:34 IST

રક્ષાબંધન 2025: રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025, શનિવારે ઉજવવામાં આવશે. જે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પવિત્ર બંધન છે. હિન્દુ ધર્મનો આ તહેવાર ભગવાન સાથે પણ ઉજવવામાં આવે છે. કેટલાક લોકો ભગવાનને રાખડી બાંધે છે અને પોતાની રક્ષા કરવાનો સંકલ્પ લે છે.

હિમાલયની ગોદમાં વસેલું ઉત્તરાખંડ, જેને દેવભૂમિ કહેવામાં આવે છે, ત્યાં અસંખ્ય મંદિરોમાં ભક્તિની ગંગા સદાય વહેતી રહે છે. પરંતુ ચમોલી જિલ્લાના ઉરગામ ખીણમાં એક એવું મંદિર છે, જે ભક્તિની સાથે સાથે રહસ્ય અને પૌરાણિક ગાથાથી પણ ઝળહળે છે. આ મંદિર છે — બંશીનારાયણ મંદિર, જે વર્ષના માત્ર એક જ દિવસે, રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ખુલ્લું રહે છે અને પછી આખા 365 દિવસ માટે તેના દ્વાર બંધ થઈ જાય છે.

1712750754346BansiNarayanTempleBannerUrgamValleyChamoliUttarakhand

રક્ષાબંધન, જે ભાઈ-બહેનના અખંડ પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક છે, તે અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને ભોલેનાથની આરાધનાથી અનોખો રૂપ ધારણ કરે છે. સૂર્યોદય સાથે જ મંદિરના દ્વાર ખૂલતા, ગ્રામ્ય સ્ત્રીઓ શ્રદ્ધાભરી આંખો સાથે કાંડા પર રાખડી બાંધવા માટે પંક્તિબદ્ધ ઉભી રહે છે. તેમના હાથમાં ફૂલ, ધૂપ, દીવો અને કાચની ચુડીઓ સાથે શ્રદ્ધાનો સૂર્ય તેજસ્વી બને છે. સૂર્યાસ્ત પહેલાં જ મંદિરના દ્વાર ફરી બંધ થઈ જાય છે અને પછી આખા વર્ષ સુધી તે શાંતિના મૌન સમુદ્રમાં લીન રહે છે.

bansinaryan1

સ્થાનિક લોકકથાઓમાં લખાયેલી છે મંદિરની ઉત્પત્તિની અધ્યાત્મિક કથા. કહેવાય છે કે, રાજા બાલીના અહંકારનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો. ત્રણ પદમાં ધરતી, આકાશ અને પાતાળ જીત્યા બાદ, બાલીને પાતાળ લોકમાં મોકલ્યા. ત્યાં, બાલીનું મન પરિવર્તિત થયું અને તેમણે વિષ્ણુને પોતાના દ્વારપાલ બનવા વિનંતી કરી. વિષ્ણુએ આ પ્રાર્થનાને સ્વીકારી, પરંતુ લાંબા સમય સુધી વૈકુંઠ ન ફરતા, માતા લક્ષ્મી તેમને શોધવા પાતાળ લોક પહોંચી. ત્યાં તેમણે બાલીના કાંડા પર રાખડી બાંધી, ભાઈના રૂપમાં તેમના રક્ષણનો વચન લીધો અને વિષ્ણુને પોતાના લોકમાં પાછા લાવ્યા.

ત્યારે થી આ સ્થાન વિષ્ણુના “બંશીનારાયણ” સ્વરૂપ સાથે જોડાયું. માન્યતા એવી પણ છે કે દેવઋષિ નારદ વર્ષના 364 દિવસ અહીં વિષ્ણુની ઉપાસના કરતા અને માત્ર એક દિવસ માટે સ્થાન ખાલી કરતા, જેથી સામાન્ય લોકો ભગવાનના દર્શન કરી શકે.

6f38d32ca41b233b09a6cdf3f2aeb8111660187722073276original

બંશીનારાયણ મંદિરની શિલ્પકળા પણ અદ્વિતીય છે. કટ્યુરી શૈલીમાં નિર્મિત આ મંદિર છઠ્ઠીથી દસમી સદી ઈ.સ. વચ્ચેનું માનવામાં આવે છે. દસ ફૂટ ઊંચા ગર્ભગૃહમાં ચતુર્ભુજ શ્રીકૃષ્ણની મૂર્તિ ભવ્યતા સાથે બિરાજે છે, સાથે ભોલેનાથની પ્રતિમાઓ પણ છે. મંદિરના આસપાસ ફેલાયેલો હરિયાળો બુગ્યાલ, પવનના સંગીત અને ઝરણાના કલરવથી ભક્તિનું માહોલ વધુ પવિત્ર બની જાય છે.

રક્ષાબંધનના દિવસે અહીં પહોંચવા માટે ઘણા ભક્તો લાંબા ટ્રેકિંગ માર્ગો પસાર કરે છે. સફર થાકાવે છે, પરંતુ મંદિરના દર્શન થતાં જ દરેકના મનમાં અદભૂત શાંતિનો અનુભવ થાય છે. રાખડી બાંધતી સ્ત્રીઓના ગીતો, શંખનાદ, ધૂપની સુગંધ અને ઘંટાધ્વનિ સાથે સમગ્ર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી ઝગમગી ઉઠે છે.

આ મંદિર માત્ર એક ધર્મસ્થળ જ નહીં, પરંતુ પરંપરા, ભાઈચારો અને શ્રદ્ધાનું જીવંત પ્રતિક છે. અહીં રક્ષાબંધન ફક્ત તંતુ બાંધવાનો તહેવાર નથી, પરંતુ આત્મા અને પરમાત્મા વચ્ચેના અખંડ સંબંધનો મહોત્સવ છે — જ્યાં ભક્ત અને ભગવાન બંને એકબીજાના રક્ષક બની જાય છે.

STORY BY: NIRAJ DESAI

MORE NEWS

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?