નવસારી, ૧૮ ઓગસ્ટ ૨૦૨૫: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝુજ ગામમાં રહેતા ત્રણ ગરીબ આદિવાસી પરિવારો ને જમીન હડપવાના ખોટા આરોપોમાં વારંવાર ફસાવવાના અને તેમને હેરાન કરવાના આરોપમાં સુરતના રહેવાસી 1) હિતેશ પુરોહિત 2) અક્ષય પુરોહિત અને 3) નિમેષ પુરોહિત સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલો આદિવાસી સમુદાયના અધિકારો અને જમીનના વિવાદને લઈને વધુ ગંભીર બન્યો છે, જ્યાં પીડિત પરિવારને જાતિગત ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે.
આદિવાસી પરિવારના સભ્યોએ જણાવ્યું કે, સુરતમાં રહેતા કેટલાક વ્યક્તિઓએ તેમના વિરુદ્ધ જમીન હડપવાના ખોટા આરોપોવાળી અરજીઓ કરી છે. આ અરજીઓ વારંવાર કરે છે, વધુમાં સાલ 2024માં થૈયેલ અરજી કલેકટર શ્રી એ દફ્તરે કરી હતી છતાં પરિવારોને કનડગત કરવામાં આવી રહ્યા છે. અને આ અરજીઓના આધારે પરિવારને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ, આ વ્યક્તિઓ પરિવારના ઘર અને ખેતરમાં પહોંચીને તેમને ધમકીઓ આપવા લાગ્યા. તેમણે જાતિગત ગાળો આપી અને કહ્યું કે, “જમીન છોડી દો, નહીં તો તમારી સાથે બહુ જ ખરાબ થશે.” તથા કહ્યું કે “તમે આમારું કઈ તોડી શકશો નહિ આમરી પહોંચ PM OFFICE સુધી છે.”
પીડિત પરિવારના એક સભ્યએ કહ્યું, “અમે ગરીબ આદિવાસી છીએ અને અમારી જમીન અમારા જીવનનો આધાર છે, ખેતી કરીને મુશ્કેલીથી પેટયું રડીને જીવન વિતાવીએ છે. આ લોકો અમને ખોટી અરજીઓ કરીને હેરાન કરી રહ્યા છે અને હવે ધમકીઓ આપી રહ્યા છે. અમને ન્યાય મળવો જોઈએ.”
સ્થાનિક પોલીસને આ મામલાની ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબત મીડિયાના ધ્યાનમાં આવી તેથી લોકલ તેમજ નેશનલ મીડિયા આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસની માંગ કરે છે. આ પ્રકારના વિવાદો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વારંવાર જોવા મળે છે, જ્યાં જમીન હડપવાના પ્રયાસોને કારણે સમુદાયને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગરીબ આદિવાસી પરિવારની મુશ્કેલીઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝુજ ગામના 3 પરિવારોએ ખોટી અરજીઓ કરનારા તથા ધમકી આપનારા પર પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોય તો તે દુઃખદ છે.
પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં? સંભાવના અને વાસ્તવિકતા પર વિચાર કરીએ તો, ભારતમાં આદિવાસી અધિકારોને લગતા કાયદાઓ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ (અત્યાચાર નિવારણ) એક્ટ 1989 હેઠળ આદિવાસી પરિવારોને જમીન અને અધિકારોનું રક્ષણ મળે છે. જમીન હડપ, ધમકીઓ અને જાતિગત ગાળો જેવા મામલાઓમાં પોલીસને તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે. જો કે, ગુજરાતમાં અને અન્ય આદિવાસી વિસ્તારોમાં આવા કેસોમાં વિલંબ અને અપૂર્ણ કાર્યવાહીના અનેક ઉદાહરણો જોવા મળે છે, જેમ કે વન વિભાગના અધિકારીઓ અથવા પ્રભાવશાળી વ્યક્તિઓના દબાણને કારણે.
વધુમાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો, 1989ની કલમ 3(1)(r) અને 3(1)(z) હેઠળ, ધારાની કલમ 18A(1)(a) અને (b) લગાવી F.I.R. થવાને પાત્ર છે.
આ મામલો આદિવાસી અધિકારોના રક્ષણ અને જમીન વિવાદના ન્યાયી નિરાકરણની જરૂરિયાતને ઉજાગર કરે છે. વધુ વિગતો માટે તપાસ ચાલુ છે. પત્રકારિતા ના ધર્મ ને ધ્યાનમાં લેતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ સમાચારની બાબત ને ગંભીરતાથી નોંધ લે છે અને આદિવાસીઓને થતા અન્યાય ને હંમેશ ઉજાગર કરતા રહેશે.
STORY BY: RUSHIKESH VARMA